ભરૂચ : યુવાનોમાં રહેલા ટેલેન્ટને મળશે પ્લેટફોર્મ, જુઓ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરીનું આયોજન..!

રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરી દ્વારા સુપરસ્ટાર કલાકાર-2નું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં યુવાધનને ભાગ લેવા અનુરોધ કર્યો

New Update
ભરૂચ : યુવાનોમાં રહેલા ટેલેન્ટને મળશે પ્લેટફોર્મ, જુઓ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરીનું આયોજન..!

રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરી દ્વારા સુપરસ્ટાર કલાકાર-2નું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર આયોજન અંગે રોટરી કલબ ઓફ નર્મદાનગરીના પ્રમુખે માહિતી આપી આ સ્પર્ધામાં યુવાધનને ભાગ લેવા માટે અનુરોધ કર્યો હતો.

Advertisment

ભરૂચ શહેર તથા જીલ્લામાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરી દ્વારા યુવાનોમાં રહેલા ટેલેન્ટને પ્લેટફોર્મ પૂરું પાડવાના આશય સાથે સતત બીજા વર્ષે પણ સુપરસ્ટાર કલાકાર સીઝન-2નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓનલાઈન સિગિંગ એન્ડ ડાન્સિંગ કોમ્પિટિશનનું ઓડિશન આગામી તા. 17 જુનના રોજ ઓનલાઇન રાખવામાં આવ્યું છે. જેનું ધ ગ્લોરિયસ ઇવેંટ્સના યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. તો સાથે જ સુપરસ્ટાર કલાકાર સીઝન-2ની ફાઇનલ રાઉન્ડ પણ તા. 26 જુનના રોજ પ્રસારણ કરવામાં આવશે. સોલો સિંગિંગ એન્ડ ડાંસિંગ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે મોબાઈલ નંબર 9825808940 પર સંપર્ક કરવા જણાવાયું છે. સમગ્ર આયોજન અંગે રોટરી ક્લબ ઓફ નર્મદાનગરીના પ્રેસિડેન્ટ પ્રવીણદાન ગઢવીએ માહિતી આપી આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં યુવાધન ભાગ લઈ પોતાનું ટેલેન્ટ બહાર લાવે તે માટે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન શહેજાદ પઠાણ તેમજ કો-ચેરમેન પરિશા રાજા સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment