ભરૂચ : આ’ખરે સ્કૂલ-વાહનોની હડતાળનો આવ્યો સુખદ અંત, વાલીઓ-વિદ્યાર્થીઓને રાહત...

ભરૂચ શહેર તથા જિલ્લાના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સ્કૂલ વાન ચાલકોની હડતાળનો આજે બીજો દિવસ હતો. બીજા દિવસે પણ હડતાલ યથાવત્ રહેતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા

New Update

દિવાસીય સ્કૂલ-વાહનોની હડતાનો આવ્યો સુખદ અંત

RTO અધિકારી સાથેની બેઠક બાદ હડતાળ સમેટવામાં આવી

એસોસિને નિયમોના પાલન માટે મહિનાની મુદત માંગી

બાળકોની સલામતી સાથે બાંધછોડ નહીં : RTO જે.જે.પટેલ

સ્કૂલ-વાહનોની હડતાનો અંત આવતા વાલીઓને થઈ રાહત

ભરૂચ શહેર તથા જિલ્લાના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સ્કૂલ વાન ચાલકોની હડતાનો આજે બીજો દિવસ હતો. બીજા દિવસે પણ હડતાલ યથાવત્ રહેતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સવારમાં વાલીઓએ જ પોતાના બાળકોને સ્કૂલે મુકવા આવવું પડ્યું હતું. વાલીઓએ કહ્યું હતું કેનોકરી-ધંધા મુકીને બાળકોને સ્કૂલે લેવા-મુકવા આવવું પડે છે. જેથી સરકાર અને સ્કૂલ વર્ધી એસોસિશન વાતચીત કરીને આ અંગે સમાધાન કરી હડતાલ સમેટે તો વાલીઓને રાહત મળશે.

આ અંગે અમદાવાદ RTO કચેરીમાં સ્કૂલ વર્ધી એસોસિશનની બેઠક મળી હતી બેઠકમાં એસોસિશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટવાહન પાસિંગ અને પરમિશન માટે મહિનાની મુદત માંગી છે. RTO અને વર્ધી એસોસિશન વચ્ચે ચર્ચા થઈ હતી, ત્યારે ચર્ચાના અંતે હડતા પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છેતો બીજી તરફ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણાના પ્રયાસથી ભરૂચ કલેક્ટ તેમજ ભરૂચ RTO સાથે આ મામલે બેઠક યોજાય હતી. જેમાં અમદાવાદ RTO દ્વારા સુખદ નિર્ણય લાવવા સાથે માંગણીઓ સંતોષાતા ભરૂચ જિલ્લા સ્કૂલ વાન એસોસિએશને આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Latest Stories