Connect Gujarat
ગુજરાત

ભરૂચ: ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા જેપી કોલેજ ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે મહાશિવરાત્રીના પાવન અવસરે શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ઓડીટોરીયમ હોલ, ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે મહાશિવરાત્રીના પાવન અવસરે શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ઓડીટોરીયમ હોલ, ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજય યોગ બોર્ડ ચેરમેન યોગસેવક શીશપાલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યોગ સંવાદ કાર્યક્રમનો ઉદ્દેશ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થયની સાથે સાથે પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તેના પ્રચાર- પ્રસાર માટે છે તેમ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખઃ ૨૧મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજયના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, હિદું ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવ કે જેઓને આદિયોગી અથવા પ્રથમ યોગી તરીકે ઓળખવામાં આવે છે તેઓ યોગના ક્ષેત્રમાં ખૂબ જ મહત્વપૂર્વ સ્થાન ધરાવે છે ભગવાન શિવને યોગના પ્રણેતા પણ માનવામાં આવે છે અને તેમના ઉપદેશો અનેક યોગ પ્રથાઓનો પાયો પણ છે. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તથા યોગ પ્રશિક્ષક તથા મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Next Story