New Update
/connect-gujarat/media/media_files/NEbHksf9I0jnef9ZSg3Q.jpg)
ભરૂચના ઝઘડિયાના ખડોલી ગામ નજીક ખાનગી બસ અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા ટેમ્પાચાલકનું ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યુ હતું. ભરૂચના ઝઘડિયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર ખડોલી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. બિસ્માર માર્ગના પગલે ખાનગી બસ રોંગ સાઈડ પર જઈ રહી હતી તે દરમિયાન સામેથી આવતા ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો હતો...
/connect-gujarat/media/media_files/zaeeLlPr0pk7tmChNBK0.jpg)
અકસ્માતના પગલે દોડધામ મચી જવા પામી હતી. અકસ્માતના આ બનાવમાં ટેમ્પાચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.જ્યારે પાંચ લોકો ઘાયલ થતાં તેઓને અવિધા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની તપાસ ઝઘડીયા પોલીસ ચલાવી રહી છે...