New Update
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) માં ઘટાડો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોની બચતમાં વધારો કરવાનો અને ખેડૂતો સહિત નાના વેપારીઓને પ્રોત્સાહન આપવાનો છે.
આ પગલાથી સમગ્ર દેશમાં આર્થિક ગતિવિધિઓને વેગ મળ્યો છે, જેના કારણે ખેડૂતો સહિત ગ્રાહકો અને વેપારીઓ બંનેને લાભ થઈ રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લાના સહકારી મંડળીઓ, સેવા સહકારી મંડળીઓ, સભાસદો, નાના વેપારીઓ, ખેડૂતોએ આ નિર્ણયને આવકાર્યો છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/09/27/sahkarthi-samrudhdhi-abhiyan-2025-09-27-16-29-33.jpg)
ત્યારે આજરોજ ધી ભરૂચ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લી.ભરૂચ ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત આભાર પત્ર લખવાનો કાર્યક્રમ યોજાયો હતો.ભરુચ જિલ્લાના પશુપાલકો તથા સહકારી મંડળીના સભાસદો વડાપ્રધાનશ્રીને ૧૦ હજાર પોસ્ટકાર્ડ પાઠવીને આભાર વ્યકત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભરુચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક તથા ગુકોમાસોલ , પશુપાલકો, સભાસદો, ખેડૂતો દ્વારા અંદાજિત 2. લાખ 80 હજારથી વધુ પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરશે.
Latest Stories