New Update
-
જન નાયક બિરસા મુંડાની આજે જન્મ જયંતી
-
ભરૂચ અંકલેશ્વરમાં યોજાયા કાર્યક્રમો
-
ભરૂચીનાકા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાય
-
અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા પણ યોજાયો કાર્યક્રમ
-
બિરસા મુંડાના બલિદાનને યાદ કરાયુ
જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ- અંકલેશ્વરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
રાષ્ટ્ર અને ધર્મ પ્રત્યેની અવિસ્મરણીય લડાઈમાં માત્ર ૨૪ વર્ષની અલ્પાયુમાં પોતાના પ્રાણની આહુતિ આપી શહાદત વ્હોરી લેનાર જન નાયક ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરના ભરૂચીનાકા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરો તેમજ આગેવાનો જોડાયા હતા.
આ તરફ આદિવાસી સમાજના જન નાયક એવા ક્રાંતિકારી બિરસા મુંડાની આજરોજ ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં અખંડ આદિવાસી યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પોતાના કાર્યાલય ખાતે બિરસા મુંડાની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
Latest Stories