ભરૂચ: અંકલેશ્વરમાં શિક્ષક દંપત્તીને ડિજિટલ એરેસ્ટ કરી રૂ.16 લાખ પડાવનાર 2 આરોપીઓની ધરપકડ !

નિવૃત શિક્ષક દંપતીને હાઉસ એરેસ્ટ કરી તેમની પાસેથી રૂપિયા 16 લાખની ઠગાઈ કરનાર બે આરોપીઓની સાયબર ક્રાઇમ પોલીસે રાજકોટથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ

  • શિક્ષક દંપત્તીને કરાયુ હતું ડિજિટલ એરેસ્ટ

  • રૂ.16 લાખની કરવામાં આવી હતી ઠગાઈ

  • સાયબર ક્રાઇમ પોલીસને મળી સફળતા

  • રાજકોટથી 2 આરોપીની ધરપકડ

અંકલેશ્વરમાં નિવૃત શિક્ષક દંપતીને હાઉસ એરેસ્ટ કરી તેમની પાસેથી રૂપિયા 16 લાખની ઠગાઈ કરનાર બે આરોપીઓની સાયબર ક્રાઇમ પોલીસે રાજકોટથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વરમાં નિવૃત શિક્ષક દંપતીને તેમના ખાતામાંથી 2 કરોડનું મની લોન્ડરિંગ થયું છે તેમ કહી બે દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરી 16 લાખની ઠગાઈ કરાઈ હતી. અંકલેશ્વરની નિલ માધવ રેસીડેન્સીમા રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબેન રોહિતના મોબાઈલ નંબર પર શુક્રવારે 2 તારીખે સવારે 11 કલાકે અજાણ્યા વોટ્સએપ નંબર પરથી વિડિયો કોલ આવતા દિલ્હી સાઇબર ક્રાઈમ પોલીસમાંથી વિનોય કુમાર બોલું છું તેમ કહી ધમકીઓ આપી હતી. તમારા ખાતામાંથી 2 કરોડનું મની લોન્ડરિંગ થયું છે અને તેમાં તમે 20 ટકા કમિશન લીધું છે તેમ કહી બે દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરીને દંપતિ પાસેથી 16 લાખ પડાવી લેવામાં આવ્યાં હતાં.
આ પૈસા બંસીલાલના નામે ઇન્ડસન્ડ બેંકમાં જમા કરાવડાવ્યાં હતાં. આ મામલે ભરૂચ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં  ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસમાં પોલીસે ગણતરીના સમયમાં જ 2 આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસે રાજકોટના અદનાન  અબ્દુલ હૈદર મોગલ અને રાહુલ જગદીશ જાદવની ધરપકડ કરી છે.આરોપીઓએ અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા છે અને ઠગાઈથી મેળવેલ રૂપિયા કોને આપ્યા હતા એ દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે