New Update
અંકલેશ્વરમાં પશુપાલકોની દાદાગીરી
નગરપાલિકા દ્વારા પકડવામાં આવ્યા હતા ઢોર
ઢોર ડબ્બામાંથી 20 ઢોર થયા ગાયબ
ઢોરને છોડાવીને લઈ જવામાં આવ્યા
પોલીસ મથકમાં અરજી અપાય
અંકલેશ્વરમાં રખડતા ઢોરોના ત્રાસ વચ્ચે પશુપાલકોની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નગરપાલિકાએ પકડીને ઢોરડબ્બામાં રાખેલાં 20 જેટલા ઢોરોને ભગાડી જવાતાં મુખ્ય અધિકારીએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.
અંકલેશ્વર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહયો હોવાથી પાલિકાએ રખડતા ઢોર પકડવાની કવાયત હાથ ધરી હતી. 20 દિવસથી ચાલી રહેલી ઝૂંબેશ દરમિયાન 20થી વધારે પશુઓને પકડીને તેને કમલમ તળાવની બાજુમાં આવેલાં ઢોરડબ્બામાં રાખવામાં આવ્યાં હતાં.
ત્યાં ફરજ બજાવતાં કર્મચારીએ રાત્રિના સમયે પશુઓને ચારો ખવડાવ્યો હતો અને રાત્રીના 10 વાગ્યાના અરસામાં દરવાજાને તાળુ મારીને ઘરે ગયો હતો.રાત્રિના સમયે અજાણ્યા ઇસમોએ દરવાજાનું તાળુ તોડી અંદર રહેલાં 20 પશુઓને ભગાડી ગયાં હતાં.આ અંગે નગર સેવા સદનના મુખ્ય અધિકારીએ પોલીસને અરજી આપી છે
Latest Stories