New Update
ભરૂચમાં બહાર આવ્યું હતું મનરેગા કૌભાંડ
વધુ 4 આરોપીની પોલીસે કરી ધરપકડ
નેત્રંગ ટીડીઓ સહિત 4 આરોપીની ધરપકડ
અગાઉ 6 આરોપીઓ ઝડપાય ચુક્યા છે
કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેનો પુત્ર જેલમાં છે બંધ
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં વધુ 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. કોંગ્રેસ નેતા હીરા જોટવા સહિત 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર ભરૂચના મનરેગામાં પોલીસ તપાસના ધંધો માટે વચ્ચે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આ મામલામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સોયેબ મહંમદ યુસુફ અને હરેન્દ્રસિંહ પરમાર, નિવૃત્ત ટીડીઓ મહેશ પરમાર તથા હાલમાં નેત્રંગ ટીડીઓ તરીકે ફરજ બજાવતા મહંમદ સહલ ઈસ્માઈલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓએ તેમના હાંસોટ, જંબુસર અને આમોદ ખાતેના કાર્યકાળ દરમ્યાન મનરેગા યોજના અંતર્ગત કામો ફાળવવામાં, રૂપિયા ચૂકવણીની મંજૂરી અને કામગીરીના પ્રમાણપત્રો આપવા દરમિયાન થયેલી ગેરરીતિઓમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.
3 તાલુકાના 58 ગામોમાં રૂ.7 કરોડના આચરાયેલ કૌભાંડમાં અગાઉ કોંગ્રેસના નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા સહિત 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે ત્યારે વધુ ચાર આરોપીની ધરપકડ થતા અત્યાર સુધી કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.અગાઉ ઝડપાયેલા આરોપીઓ હાલ જેલમાં છે ત્યારે હાલમાં ઝડપાયેલા આરોપીઓની તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
Latest Stories