New Update
અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં બ્રેન ડેડ જાહેર થયેલ મહિલાના પાંચ અંગોનું ડોનેટ લાઈટ સંસ્થાની મદદથી દાન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલમાંથી અંગોનું દાન કરવામાં આવ્યું હતું.જ્યા બહેન મોદી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ 44 વર્ષીય સુનિતા કિરણકુમાર રજવાડીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા જે બાદ જયાબહેન મોદી હોસ્પિટલ અને ડોનેટ લાઈફ સંસ્થાના માર્ગદર્શન હેઠળ તેમના પુત્ર દ્વારા માતાના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો હતો.મૃતક સુનિતા બહેનના હૃદય,લીવર, કિડની અને આંખનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હૃદયનું પ્રત્યારોપાણ યુ.એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ, લીવર અને કિડનીનું ડ્યુઅલ ટ્રાન્સપ્લાન્ટ ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદ અને આંખનું પ્રત્યારોપાણ જી.સી. નાહર આઇ બેંક ખાતે કરવામાં આવશે.ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા ભરૂચ જિલ્લામાંથી હૃદયનું આ બીજુ દાન કરવામાં આવ્યું છે.મૃતક સુનિતાબહેન 5 લોકોના જીવનમાં નવો ઉજાશ લાવશે.આ મહાન કાર્ય માટે સુનીતબેનના પરિવારજનો અને આ કાર્ય સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓનું શ્રીમતી જયાબેન મોદી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.આત્મી ડેલીવાલા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Latest Stories