ભરૂચ: ઝાડેશ્વર-તવરા રોડ પર 6 કી.મી.લાંબો ટ્રાફિકજામ, વાહનચાલકો અટવાયા

ભરૂચના ઝાડેશ્વર તવરા રોડ પર 6 કીલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા

New Update

ભરૂચના ઝાડેશ્વર તવરા રોડ પર 6 કીલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા

Advertisment
ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકજામની સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે ત્યારે આજરોજ શહેરના ઝાડેશ્વર તવરા રોડ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ જોવા મળી હતી. આ રોડ પર 6 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા અનેક વાહનચાલકો અટવાયા હતા તો શાળાએ જતા બાળકોએ પણ ટ્રાફિકજામના કારણે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
વિકસતા જતા ઝાડેશ્વર તવરા રોડ પર અનેક બાંધકામો થઈ રહ્યા છે બાંધકામ માટે આવતા મટીરીયલની ટ્રકના કારણે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાતી હોવાનું વાહનચાલકો જણાવી રહ્યા છે ત્યારે આજરોજ સર્જાયેલ ટ્રાફિકજામની પરિસ્થિતિમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. તો ટ્રાફિકજામના કારણે નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થતા વાહનચાલકોએ પણ અવરોધોનો સામનો કરવો પડ્યો હતો.
Latest Stories