/connect-gujarat/media/media_files/2025/11/29/destroyed-liquor-2025-11-29-16-45-25.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના 6 પોલીસ મથક દ્વારા છેલ્લા 7 મહિનામાં ઝડપાયેલ રૂ. 3.41 કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના 6 પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા 7 મહિનામાં જ રૂ. 3.41 કરોડ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં 1.10 લાખથી વધુ દારૂ બિયરની બોટલો પર રોડરોલર ફેરવી દેવામાં આવ્યું હતું. પ્રોહીબિશનના કેસો હેઠળ રૂ. 3.41 કરોડ ઉપરાંતનો દારૂનો જથ્થો પકડાયો હતો. કોર્ટમાંથી આ દારૂના જથ્થાના નાશની પરવાનગી મળતા નષ્ટ કરી દેવામાં આવ્યો હતો.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/11/29/destroyed-liquor-2025-11-29-16-45-37.png)
અંકલેશ્વર GIDC સ્થિત યોગી એસ્ટેટમાં ડીવાયએસપી, પ્રાંત અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટરો સહીતના અધિકારીઓની હાજરીમાં રૂ 3.41 કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેરના 4 પોલીસ મથક શહેર એ’ ડિવિઝન, બી’ ડિવિઝન અને તાલુકા પોલીસ મથક, GIDC પોલીસ મથક, હાંસોટ, પાનોલી ખાતે ગત 7 મહિના દરમિયાન 1.10 લાખથી વધુની બોટલો ઝડપાય હતી. જે તમામ જથ્થો પોલીસ મથકના પીઆઈ., પી.એસ.આઈ. સહિતના સ્ટાફની હાજરીમાં રોડ રોલર ફેરવીને તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.