ONGC ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
દેશની આન બાન શાન સાથે કરાઈ ઉજવણી
ONGC પરિસર દેશભક્તિના રંગે રંગાયું
એસેટ મેનેજરે રાષ્ટ્રધ્વજને આપી સલામી
એસેટ મેનેજરે સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી
અંકલેશ્વર ONGC એસેટ દ્વારા 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિ સાથે કરવામાં આવી હતી.આ પ્રસંગે એસેટ મેનેજર જે.એન.સુખનંદન દ્વારા રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવી હતી.
અંકલેશ્વર ONGCના વસુંધરા પરેડ ગ્રાઉન્ડ ખાતે એસેટ મેનેજર જે.એન.સુખનંદનના નેતૃત્વમાં 79માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.અને એસેટ મેનેજર જે.એન.સુખનંદને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.આ સમારોહમાં વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ, CISF, CRPF, કેન્દ્રીય વિદ્યાલયના સભ્યોનો સહયોગ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે દિલ્હીના લાલ કિલ્લા પર યોજાતી પરેડની ઝાંખી સમાન ONGCમાં ફરજ બજાવતા CISF,ફાયર બ્રિગેડ,તેમજ સિક્યુરીટી ગાર્ડ સહિત સ્કૂલના બાળકોએ પરેડ યોજીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.અને એસેટ મેનેજર જે.એન.સુખનંદને સ્વાતંત્ર્ય પર્વની સૌને શુભેચ્છા પાઠવી હતી.