ભરૂચ : રાજપારડીથી નેત્રંગને જોડતો 10 KMનો માર્ગ બનશે PQC ફોરલેન, ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગ પર 10 કિલોમીટર સુધીના માર્ગનું ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

New Update
  • રાજ્યમાં વિકાસના વિવિધ કાર્યોને વેગ આપવામાં આવ્યો

  • રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગનું કરાશે નવીનીકરણ

  • 10 કિલોમીટર PQC ફોરલેન માર્ગના કામનું ખાતમુહુર્ત કરાયું

  • ધારાસભ્ય રિતેશ વસાવા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

  • માર્ગનું નિર્માણ થતાં લોકોને ઊડતી ધૂળ સામે મળશે રાહત 

સમગ્ર રાજ્યમાં વિકાસના વિવિધ કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છેત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગ પર 10 કિલોમીટર સુધીના માર્ગનું રાજપારડી ચાર રસ્તા નજીક ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ માર્ગ ઘણા સમયથી બિસ્માર હતોઅને આ માર્ગ પર ઉડતી ધૂળથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા. જેને લઈ સ્થાનિકો દ્વારા અવાર નવાર રજૂઆતો કરવામાં આવી હતીત્યારે ઝઘડીયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રિતેશ વસાવાભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયાતાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવાપ્રકાશ દેસાઇ તેમજ આજુ બાજુ ગામના સરપંચો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories