New Update
-
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર સર્જાયો અકસ્માત
-
બાઈક અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત
-
ઉભેલી પિકઅપ વાન સાથે બાઈક ભટકાય
-
બાઈક ચાલકને ગંભીર ઇજા
-
અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર બાઈક અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. પંકચર પડતા પીકઅપવાન સાઇડ પર ઉભી હતી તે દરમિયાન પાછળથી બાઇક ચાલક ધડાકાભેર ભટકાયો હતો
ભરૂચ અંકલેશ્વરને જોડતા મહત્વના નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માની વધુ એક ઘટના સામે આવી છે આજ રોજ સવારના સમયે નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી પીકઅપ વાનના ટાયરમાં પંકચર થતાં તે બ્રિજ પર ઉભી હતી તે દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલ બાઇક ચાલક પિકઅપ વાન સાથે ધડાકાભેર ભટકાયો હતો જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતા તે લોહી લુહાણ હાલતમાં થઈ ગયો હતો.
અકસ્માતના પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવાનને 108 એમબ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતના પગલે નર્મદા મૈયા બ્રિજ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વાહનવ્યવહાર પુર્વવ્રત કરાવ્યો હતો.