અંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારોમાં તંત્ર દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાય !

રખડતા ઢોર સાથે બાઈક ભટકાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે હવે મોડે મોડે નોટીફાઇડ એરીયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું રખડતા ઢોરના કારણે અકસ્માતના બે બનાવ બન્યા હતા

New Update
Advertisment
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ

  • રસ્તે રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવ

  • આખરે તંત્ર હરકતમાં આવ્યું

  • રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાય

  • અઠવાડિયા સુધી ચાલશે ઝુંબેશ

Advertisment
અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરના કારણે તાજેતરમાં અકસ્માતના બનેલા બે બનાવ બાદ નોટિફાઇડ એરીયા ઓથોરીટી હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ રખડતા ઢોરના કારણે અકસ્માતના બે બનાવ સામે આવ્યા હતા જેમાં એક વૃદ્ધને ઈજા પહોંચી હતી તો બીજી તરફ રખડતા ઢોર સાથે બાઈક ભટકાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે હવે મોડે મોડે નોટીફાઇડ એરીયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે.

અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા આજથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.જલધારા ચોકડી નજીકથી આ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આવનારા એક અઠવાડિયા સુધી જીઆઇડીસીમાં રસ્તે રખડતા ઢોર પકડવાની કવાયત હાથ ધરવામાં આવશે સાથે જ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાંથી રસ્તે રખડતા ઢોરનો ત્રાસ દૂર થાય તે અત્યંત જરૂરી છે.

Latest Stories