New Update
ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 મુલદ ચોકડી પાસે 25 જેટલા દુધાળા પશુઓને ઠસોઠસ ભરીને જતું કન્ટેનર ઝડપાયું હતું.અને ઝઘડિયા પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.
ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 મુલદ ચોકડી પાસેથી કન્ટેનરમાં અત્યંત ક્રૂરતા પૂર્વક 25 જેટલી ભેંસોને ભરીને મહારાષ્ટ્રમાં લઇ જવામાં આવી રહી હોવાની બાતમી જાગૃત નાગરિક વિકાસ કાયસ્થને મળી હતી,અને પોતાના મિત્રોને સાથે રાખીને તેઓએ ઝઘડિયા પોલીસને જાણ કરી હતી,પોલીસ દ્વારા હાઇવે પરથી પસાર થતા શંકાસ્પદ કન્ટેનરને રોકીને તેમાં તલાશી લેવામાં આવતા સમગ્ર હકીકત બહાર આવી હતી,અને પોલીસ દ્વારા કન્ટેનરના ચાલાક તેમજ ક્લિનરન પાસે દુધાળા પશુઓના પરિવહન અંગે જરૂરી દસ્તાવેજી પુરાવા માંગ્યા હતા,પરંતુ તેઓએ કોઈ જ યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યા નહોતા.
પોલીસે કન્ટેનર ચાલક એહમદખાન બાગેખાન બલોચ રહે.સિધ્ધપુર જિ.પાટણ અને તેની સાથેના ક્લિનર સાજીદમિયાં સઇદમિયાં મલેક રહે.સામરકા ગામ જિ.આણંદનાઓની ધરપકડ કરી હતી.પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા તેઓએ જણાવ્યુ હતું કે આ ભેંસો પાલનપુરના અકબર સોલંકીએ મહારાષ્ટ્રના ધુલિયા ખાતે લઇ જવા માટે ભરાવી હતી.
હાલ પોલીસે કન્ટેનર ચાલક અને ક્લિનરની ધરપકડ કરીને ભેંસોને મુક્ત કરાવી હતી,અને પાલનપુરના અકબર સોલંકીની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.અને ઝઘડિયા પોલીસે ગુનો નોંધી કુલ રૂપિયા 15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Latest Stories