ભરૂચ: દયાદરા ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર દંપત્તિને ઇજા, સારવાર અર્થે ખસેડાયા

બાઈક પર જઈ રહેલા દંપતીને અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક ચાલકને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો

New Update
accident
ભરૂચ તાલુકાના દયાદરા ગામ નજીક એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગત રાત્રીએ દયાદરા ગામ નજીક બાઈક પર જઈ રહેલા દંપતીને અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક ચાલકને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે કોઈ હાજર ન હોવાનો લાભ લઈ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો.

Accident

ઘટનાની જાણ થતાં દયાદરા ગામના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈ તેમણે તરત જ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. ઇજાગ્રસ્ત દંપતીને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Latest Stories