New Update
/connect-gujarat/media/media_files/2025/09/09/netrang-forest-department-2025-09-09-12-08-45.jpg)
ભરૂચના નેત્રંગ તાલુકાના ઉંડી ગામમાં અચાનક મકાનમાં મગર ઘુસી આવતા પરિવારના સભ્યોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મગરને જોઈને પરિવારજનો ગભરાઈ ગયા અને તરત જ ઘરની બહાર દોડી ગયા હતા. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ વન વિભાગને કરી હતી ત્યારબાદ વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. મગરને સલામત રીતે કાબૂમાં લઈને તેને વસાહત વિસ્તારમાંથી દૂર પ્રાકૃતિક વસવાટ સ્થળમાં છોડી મુકવાની કાર્યવાહી હાથ ધરાઈ.
Latest Stories