અંકલેશ્વરની અમરાવતી ખાડીમાં મગર દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ

અમરતપરા ગામ પાસેથી વહેતી અમરાવતી ખાડીમાં વહેતા વરસાદી પાણીમાં એક મગર તણાઇને આવી પહોંચ્યો હતો.અને ખાડીના કિનારા પર મગર સન બાથ લેતો હોય તેવું દ્રશ્ય નજરે પડ્યું

New Update
Crocodile

અંકલેશ્વર માંથી પસાર થતી અમરાવતી ખાડીના પાણીમાં એક મગર સ્થાનિકોની નજરમાં આવ્યો હતો,જેના કારણે ખાડીના પાણીમાં મચ્છીમારી કરતા લોકોમાં ભયનો માહોલ છવાય ગયો હતો. 

ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદમાં નર્મદા નદી કિનારા વિસ્તારમાં વરસાદી પાણીની જમાવટ થઈ હતી,જેના કારણે નદીના પાણીની સાથે મગર પણ તણાઇને છાપરા પાટિયા પાસેની ખાડીમાં આવી પહોંચ્યા હતા,આ ઘટનાની લોકોમાં ભારે ચર્ચા સાથે કુતૂહલ સર્જાયું હતું.

આવી જ એક ઘટના પુનઃ એકવાર પ્રકાશમાં આવી હતી,અંકલેશ્વર અમરતપરા ગામ પાસેથી વહેતી અમરાવતી ખાડીમાં વહેતા વરસાદી પાણીમાં એક મગર તણાઇને આવી પહોંચ્યો હતો.અને ખાડીના કિનારા પર મગર સન બાથ લેતો હોય તેવું દ્રશ્ય નજરે પડ્યું હતું,જોકે સ્થાનિક લોકોમાં મગરને પગલે ભારે આશ્ચર્ય સર્જાયું હતું,અને મચ્છીમારી કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો. 

Latest Stories