New Update
અંકલેશ્વર શહેરના કસાઈવાડ ખાતે એક મકાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી,ફાયર લાશ્કરોએ આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના કસાઇવાડ ખાતે આવેલ એક મકાનના ઉપરના માળે આગનો બનાવ બન્યો હતો..
અને સ્થાનિક લોકોને મકાન માંથી ધુમાડો નીકળતા નજરે પડતા નગરપાલિકના ફાયર સ્ટેશન ખાતે ઘટના અંગેની જાણ કરી હતી,અને ફાયર લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવીને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો, સદનસીબે આગમાં કોઈ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.આ આગ ઇન્વર્ટરમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Latest Stories