New Update
/connect-gujarat/media/media_files/2025/08/22/tree-collaps-2025-08-22-13-54-34.jpg)
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે બસ સ્ટેન્ડમાં આવેલ વિશાળ વૃક્ષ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે બસ સ્ટેન્ડમાં એક વિશાળ વૃક્ષ આવેલું છે.આજે ફૂંકાયેલા ભારે પવનના પગલે વિશાળ વૃક્ષ અચાનક જ ધારાશયી થઈ જતા દોડધામ મચી જવા પામી હતી.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/08/22/ilav-village-2025-08-22-13-54-43.png)
વૃક્ષ ધરાશયી થયું તે સમયે આસપાસ મુસાફરો કે ગ્રામજનો હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. જોકે વૃક્ષ બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ નાસ્તાની કેબીન પર પડતા બંને કેબીનમાં નુકસાન થયું હતું. ઇલાવ ગામે વર્ષો જૂનું બસ સ્ટેન્ડ આવેલું છે જે જર્જરીત હાલતમાં પણ થઈ ગયું છે. બસ સ્ટેન્ડને બનાવવા ગ્રામજનો દ્વારા એસટી નિગમમાં રજૂઆત પણ કરવામાં આવી હતી આમ છતાં હજુ સુધી બસ સ્ટેન્ડ નું નવીનીકરણ કરવામાં આવ્યું નથી.
Latest Stories