ભરૂચ : ઝંઘાર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો,12 યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા

મિસ્બાહી મિશન ઝંઘાર બ્રાન્ચ દ્વારા હઝરત ફખ્રે ગુજરાત અલ્લામા યુનુસ મિસ્બાહી સાહેબની સરપરસ્તીમાં મુસ્લિમ સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો

New Update
  • ઝંઘારમાં સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો

  • મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન

  • સતત પાંચમા વર્ષે કરાયું સમૂહ લગ્નોત્સવનું આયોજન

  • 12 યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા

  • મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત     

ભરૂચના ઝંઘાર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા પાંચમો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો.જેમાં 12 યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા હતા. ભરૂચના ઝંઘાર સ્થિત મિસ્બાહી મિશન ઝંઘાર બ્રાન્ચ દ્વારા હઝરત ફખ્રે ગુજરાત અલ્લામા યુનુસ મિસ્બાહી સાહેબની સરપરસ્તીમાં મુસ્લિમ સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો.

આ સમૂહ લગ્નોત્સવ સમારોહમાં મુસ્લિમ સમાજના 12 યુગલોએ મુસ્લિમ સમાજના રીત રિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે હઝરત મૌલાના સાબિર સાબરી દેહગામીએ સમાજને લગ્નમાં ખોટા ખર્ચાઓથી દુર રહી સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેવા વિશેષ અનુરોધ કર્યો હતો.

Latest Stories