New Update
મુક્તિ ચોકડી પાસે આગનો બનાવ
ખુલ્લા પ્લોટમાં લાગી આગ
કચરામાં આગ લાગતા દોડધામ
આગથી ધુમાડાના ઉડ્યા ગોટેગોટા
ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ
અંકલેશ્વર જીઆઇડીસીની મુક્તિ ચોકડી પાસે આવેલ એક ખુલ્લા પ્લોટમાં કચરામાં અચાનક આગ લાગી હતી,જેના કારણે ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે આગથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા કોઈ ઉદ્યોગમાં ભીષણ આગની ઘટના બની હોવાની દહેશત વ્યાપી ગઈ હતી.અને દૂર દૂર સુધીથી લોકોએ ધુમાડા નિહાળ્યા હતા.
આ ઘટના અંગે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ડીપીએમસી સેન્ટર ખાતેના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો ફાયર ટેન્ડરો સાથે દોડી આવ્યા હતા.અને બે ફાયર ટેન્ડરની મદદથી આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.અને ઘટનામાં કોઈ જાનહાની પહોંચી નહોતી.
Latest Stories