ભરૂચ: જંબુસરમાં ગેરેજ બહાર પાર્ક કરેલ મોપેડમાં આગ લાગતા દોડધામ,સ્થાનિકોએ આગ પર મેળવ્યો કાબુ

ભરૂચના જંબુસર તાલુકાના ટંકારી ભાગોળ વિસ્તારમાં ગેરેજની બહાર પાર્ક કરેલી મોપેડમાં અચાનક આગ લાગી જતા સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ

New Update
Moped Fire
ભરૂચના જંબુસર તાલુકાના ટંકારી ભાગોળ વિસ્તારમાં ગેરેજની બહાર પાર્ક કરેલી મોપેડમાં અચાનક આગ લાગી જતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. માહિતી અનુસાર, ગેરેજની બહાર ઉભી રાખવામાં આવેલી મોપેડમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને પળવારમાં જ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
સમયસર આગ પર નિયંત્રણ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. સદભાગ્યે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ કે ટેક્નિકલ ખામીના કારણે આગ લાગી હોઈ શકે છે. ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Latest Stories