ભરૂચ: જુના શક્કરપોર ભાઠા ગામે ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્તોના વિવિધ પ્રશ્નો બાબતે કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારે વસેલ જુના શક્કરપોર ભાઠાના ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયુ આવેદનપત્ર

  • જુના શક્કરપોર ભાઠા ગામના ગ્રામજનોએ કરી રજુઆત

  • પડતર પ્રશ્નો બાબતે રજુઆત કરાય

  • ભાડભૂત બેરેજ અસરગ્રસ્તોને જમીન ફાળવવા માંગ

  • મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા

અંકલેશ્વરના જુના શક્કરપોર ભાઠા ખાલપીયા ફળિયાના ગ્રામજનો દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભાડભુત બેરેજ યોજનાને કારણે નર્મદા નદીમાં દુબાણમાં જતા ગામ તળની જગ્યા તેમજ મકાનો ડૂબાણમા આવતા હોવાથી ખસેડવાની જે તજવીજ ગુજરાત સરકાર મેહસુલ વિભાગ સચિવાલય ગાંધીનગર ધ્વારા  20 મકાનોનો જાહેરનામામાં ઉલ્લેખ કરાયો નથી જે અનુસંધાને નવી જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત સ્મશાન માટે જગ્યા ફાળવવી, અસરગ્રસ્તોને યોગ્ય વળતર ચૂકવવુ અને હવે અન્ય સ્થળે સ્થળાતર ન કરવું પડે એ પ્રકારની કામગીરી સહિત અન્ય માંગ કરવામાં આવી છે.
Latest Stories