ઝઘડીયા રાણીપરા ગામ નજીક ટ્રકમાં અજગર દેખાતા ફફડાટ,જીવદયાપ્રેમી દ્વારા અજગરનું રેસક્યું કરાયું

ઝઘડીયા તાલુકાનાં રાણીપરા ગામ નજીક ટ્રકમાં અજગર જોવા મળતા દોડધામ મચી જવા પામી હતી જોકે જીવદયા પ્રેમી દ્વારા મહામહેનતે અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 

author-image
By Connect Gujarat Desk
New Update
Python Rescue

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં રાણીપરા પેટ્રોલ પંપ નજીક ઊભેલી ટ્રકમાં અજગર દેખાદેતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે ઘટનાની જાણ જીવદયા પ્રેમી હેમંત પટેલને કરવામાં આવતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અજગરને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, કલાકની જહેમત બાદ મહામહેનતે 5 ફૂટ લાંબા અજગરને ઝડપી પાડવામાં આવ્યો હતો,અજગર ઝડપાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

હેમંત પટેલ દ્વારા અજગરને વનવિભાગમાં સુપરત કરવામાં આવ્યો હતો.વનવિભાગ દ્વારા અજગરને યોગ્ય રીતે જંગલમાં મુક્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ: ઝઘડિયા GIDCની કોહલર ઇન્ડિયા કંપની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, તલોદરા ગામની જમીન પચાવી પાડી હોવાનો આરોપ

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • ભરૂચના ઝઘડિયામાં આવેલી છે કંપની

  • કોહલર ઇન્ડિયા કંપની સામે ફરિયાદ

  • તલોદરા ગ્રામપંચાયતની જમીનનો મામલો

  • જમીન પચાવી પાડી હોવાનો આરોપ

  • કોર્ટમાં દાવો દાખલ કરાયો

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલ તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન પર કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ બિનઅધિકૃત કબજો કર્યો હોવાનું સામે આવતાં કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. સાથે જ ઝઘડિયા કોર્ટમાં ગેરકાયદેસર કબજો પરત મેળવવા માટે ન્યાયિક દાવો પણ દાખલ કરાયો છે. આ અંગે એડવોકેટ રાકેશ પરમારે જણાવ્યું હતું કે ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડે તલોદરા ગ્રામ પંચાયતની એવી જમીન પર કબજો કર્યો હતો જેનો સંપાદન પ્રક્રિયાથી કાયદેસર હસ્તાંતર થયો નથી. છતાં કંપનીએ મનસ્વી રીતે જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવતાં, પંચાયત દ્વારા વારંવાર કંપની તથા રેવન્યૂ અધિકારીઓને જમીન મુક્ત કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ પરિણામ ન મળતાં તલોદરા ગ્રામ પંચાયતે કંપનીના ડિરેક્ટરો અને મેનેજર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કલેક્ટર સમક્ષ દાખલ કરાઈ છે તેમજ કોર્ટમાં કબજો પરત લેવા માટે ન્યાયિક કાર્યવાહી શરૂ કરાઈ છે.
Latest Stories