ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલ કડકીયા એજ્યુકેશન કેમ્પસ ખાતે નાણાકીય સાક્ષરતાનું મહત્વ વિષય ઉપર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલ કડકીયા એજ્યુકેશન કેમ્પસમાં અંડર ગ્રેજ્યએુટ કોર્સ, બી.બી.એ., બી.સી.એ., બી.કોમ, બી.એસસી., કેમેસ્ટ્રી અને બી.એસસી., માઇક્રોબાયોલોજી અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ માટે તા. 13 ઓગષ્ટ 2024ના રોજ “Importance of Financial Literacy” એટલે કે, નાણાકીય સાક્ષરતાનું મહત્વ વિષય ઉપર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં સેક્રેટરી અને એક્સિક્યુટિવ ડાયરેક્ટર પ્રો. ડૉ. ટી.ડી.તિવારી, પ્રોફેસર અને એકેડેમીક હેડ પ્રો. ડૉ. અલ્પેશ નશીત અને આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત અંકલેશ્વરની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના મેનેજર દેવાંગ વ્યાસનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. વક્તા દેવાંગ વ્યાસે નાણાકીય સાક્ષરતાનું મહત્વ વિષય ઉપર વિદ્યાર્થીઓને ખૂબ જ સુંદર રીતે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમના અંતમાં સંસ્થાના આચાર્ય ડૉ. પૂરવ તલાવિયાએ સૌનો આભાર માન્યો હતો.