New Update
/connect-gujarat/media/media_files/2025/01/24/Z2HW0boDfhKgXjQbASZx.jpg)
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 51મી રાની દુર્ગાવતીજી ખેલકૂદ રમતોત્સવમાં અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજના TYBA એના વિદ્યાર્થી વિશાલ મકવાણાને 5000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ,10000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને 1500 મીટર દોડમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો.
અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજના આચાર્ય ડો. જી.કે.નંદાના માર્ગદર્શન હેઠળ તથા શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક ડો.મનેષ પટેલના કોચિંગ હેઠળ કોલેજના TYBAના વિદ્યાર્થી વિશાલ મકવાણાએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 51મી રાની દુર્ગાવતીજી ખેલકૂદ રમતોત્સવમાં કુલ 134 કોલેજોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને 3000 જેટલા ખેલાડીઓએ અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.
જેમાં વિશાલ મકવાણાને 5000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ,10000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને 1500 મીટર દોડમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 51મી રાની દુર્ગાવતીજી ખેલકૂદ રમતોત્સવમાં કુલ 134 કોલેજોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને 3000 જેટલા ખેલાડીઓએ અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.
જેમાં વિશાલ મકવાણાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા તથા શારીરિક શિક્ષણ અને સાંસ્કૃતિક વિભાગના નિયામક ડો.યોગેશ વાંસિયાના વરદ હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
Latest Stories