અંકલેશ્વર જીઆઈડીસીના ગાન મ્યુઝિક લવર્સ ગૃપ અને અતીત કાપડિયા આલાપ સેન્ટર ફોર મ્યુઝિક દ્વારા જાણીતા ગુજરાતી ગાયક પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સ્વરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચીલ્ડરન થિયેટર ખાતે તારીખ 11મી જાન્યુઆરી શનિવારની રાતે 8 કલાકથી પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે અમર ગીતો દ્વારા સ્વરાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે રવિન નાયક, જાનકી મીઠાઈવાલા, દેવેશ દવે, પ્રકાશ નાયક, સેજલ સોની, આદિત્ય નાયક, હિમલ પટેલ ,જય ટેલર અને અતીત કાપડિયા દ્વારા મધુર ગીતોની સુરાવલી રેલાવવામાં આવશે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન રિદ્ધિમા કાપડિયા દ્વારા કરવામાં આવશે.