ભરૂચ : નગરપાલિકાની સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે સર્જાઈ શાબ્દિક ટપાટપી

સામાન્ય સભાની કાર્યવાહી સાથે જ વિપક્ષના સભ્યોએ,ટ્રાફિક સર્કલ,રોડ, ડમ્પીંગ સાઈટ વિગેરે મુદ્દે ઉગ્ર દલીલો સાથે ચર્ચામાં ઉતરતા શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે  શાબ્દિક ચકમક ઝરી

New Update
  • નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ

  • વિવિધ વિભાગના 33 કામોને મંજૂરીની મહોર

  • રસ્તા,ગટર સહિતના પ્રશ્નોએ વિપક્ષે શાસક પક્ષને ઘેર્યો

  • મૃત્યુ વળતર મુદ્દે સભાનો અંત તોફાની બન્યો

  • સત્તાપક્ષ વિપક્ષ વચ્ચે સર્જાઈ શાબ્દિક ટપાટપી

ભરૂચ નગરપાલિકાની બજેટ પૂર્વેની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં વિપક્ષે રોડગટર અને ડમ્પીંગ સાઈટના મુદ્દે શાસક પક્ષને ઘેરી પ્રશ્નોની પસ્તાળ પાડી હતી.તો પાલિકા ના મૃતક રોજમદાર કર્મચારીના પરિવારને સહાય અને રોજગારીના મુદ્દે અંતમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાના સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં મળી હતી.જેના પ્રારંભે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ,મહાકુંભમાં મોતને ભેટનાર શ્રદ્ધાળુઓ અને પાલિકાના કર્મચારી શંભુ વસાવાના મૃત્યુ અંગે શોક પ્રદર્શિત કરી બે મિનિટના મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.જે બાદ શરૂ થયેલ સામાન્ય સભા ની કાર્યવાહી સાથે જ વિપક્ષના સભ્યોએ,ટ્રાફિક સર્કલ,રોડડમ્પીંગ સાઈટ વિગેરે મુદ્દે ઉગ્ર દલીલો સાથે ચર્ચામાં ઉતરતા શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે  શાબ્દિક ચકમક ઝરી હતી.

જોકે સભાના અંતમાં પાલિકાના રોજમદાર કર્મચારી શંભુ વસાવાના પરિવારને આર્થિક સહાય અને નોકરીના મુદ્દે વિપક્ષના હેમેન્દ્ર કોઠીવાલાએ ઉઠાવતા ઉગ્ર વાતાવરણ બની જવા પામ્યું હતું,તે દરમિયાન એકાએક રાષ્ટ્રગીત સાથે સભા પૂર્ણ કરી દેવાતા શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ અને હેમેન્દ્ર કોઠીવાલા એક બીજાની સામે આવી જતા ભારે હોબાળો મચી જતા બંને પક્ષના આગેવાનોએ મામલો થાળે પડ્યો હતો. 

બીજી બાજુ પાલિકા પ્રમુખ વિભૂતિ બા યાદવે ભરૂચના વિકાસ માટેના 33 જેટલા કામોને સામાન્ય સભામાં મંજૂર કરવા સાથે પંડિત ઓમકારનાથ હોલના ડીમોલેશન બાદ નવા બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી,તેમજ મૃતક શંભ વસાવાના પરિવારની પડખે પાલિકા હોવાનો પણ એકરાર કરી વિપક્ષના આક્ષેપો ફગાવી દીધા હતા. 

Read the Next Article

ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે કોલેજ રોડ પરથી 6 યુવાનોની કરી ધરપકડ,કારમાંથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો મોટો જથ્થો ઝડપાયો

ભરૂચ શહેરના કોલેજ રોડ પાસે આવેલ હીન્દુસ્તાન પેટ્રોલ પંપ સામે પાર્ક કરેલી ક્રેટા કારમાંથી ૬ શકમંદ ઇસમોને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. તેમની

New Update
hh

ભરૂચ શહેરના કોલેજ રોડ પાસે આવેલ હીન્દુસ્તાન પેટ્રોલ પંપ સામે પાર્ક કરેલી ક્રેટા કારમાંથી ૬ શકમંદ ઇસમોને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા.

તેમની પાસેથી અલગ અલગ બેંકના ATM, ક્રેડિટ કાર્ડ, ચેકબુક, છુટ્ટા ચેક, લેપટોપ તથા કાર સહિત કુલ રૂ.૧૦,૫૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

 ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજે સાઇબર ક્રાઈમ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા ખાસ સૂચના આપી હતી દરમ્યાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે કોલેજ રોડ પરથી પસાર થતી કાર નંબર GJ-16-CS-8971ને  ચેક કરવામાં આવી હતી.કારમાંથી મળી આવેલા ઇસમો પાસે બેંક સંબંધિત અગત્યના દસ્તાવેજો હોવા છતાં તેઓ સંતોષકારક સ્પષ્ટતા કરી શક્યા ન હતા.પોલીસે ATM અને ક્રેડિટ કાર્ડ ૧૪,બેંક ચેકબુક ૦૮,
છુટ્ટા ચેક ૧૩,ક્રેટા કાર કિંમત રૂ. ૧૦ લાખ,મોબાઇલ ફોન ૦૭ (કિંમત રૂ. ૩૦,૦૦૦),લેનોવો લેપટોપ ૦૧ (કિંમત રૂ. ૨૦,૦૦૦) મળીને કુલ કિંમત રૂ.૧૦,૫૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ IPC તથા IT એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ગુનાની વધુ તપાસ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે. આરોપીઓ દ્વારા સાઇબર ક્રાઈમ અથવા કોઈ ગુનાહિત કાવતરાને અંજામ અપાયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે ત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ઝડપાયેલ આરોપીઓ
અશોક જવાલાપ્રસાદ ત્રિવેદી (ઉ.વ. ૩૭) ઉત્તરપ્રદેશ, લક્ષ્ય અનુપસિંહ યાદવ (ઉ.વ. ૨૬) હરિયાણા,શીવાંક રોહીતકુમાર યાદવ (ઉ.વ. ૧૯) હરિયાણા
દીપાંશુ સતીષકુમાર સૈની (ઉ.વ. ૨૦)ઉત્તરપ્રદેશ
ધર્મેશ ભુપતભાઈ મકવાણા (ઉ.વ. ૨૨) સુરત
કરણ બાબુભાઈ વાળા (ઉ.વ. ૧૯) ભરૂચ