અંકલેશ્વર: GIDCની શ્રી રામ મેટલ કંપનીમાં યુવાને ગળેફાંસો લગાવી કર્યો આપઘાત, અંતિમવાદી પગલા પાછળનું રહસ્ય અકબંધ

શ્રીરામ મેટલ કંપનીમાં યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.દીલસાદ અલી નામના યુવાને કંપનીમાં છતની એંગલ સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો

New Update
  • અંકલેશ્વર જીઆઇડીસીનો બનાવ

  • શ્રી રામ મેટલ કંપનીનો બનાવ

  • યુવાને કર્યો આપઘાત

  • ગળેફાંસો લગાવી આપઘાત કર્યો

  • જીઆઈડિસી પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર જીઆઇડીસીમાં શ્રીરામ મેટલ કંપનીમાં યુવાને ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ઉદ્યોગ મંડળની ઓફિસ નજીક આવેલ શ્રીરામ મેટલ કંપનીમાં યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.દીલસાદ અલી નામના યુવાને કંપનીમાં છતની એંગલ સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.
આ અંગેની જાણ અન્ય કામદારોને થતા તેઓએ કંપની સત્તાધીશોને જાણ કરી હતી. તો બીજી તરફ બનાવની જાણ થતા જ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. યુવાને અંતિમવાદી પગલું શા માટે ભર્યું તે હજુ સુધી બહાર આવી શક્યું નથી ત્યારે યુવાનના આપઘાત પાછળનું કારણ શોધવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો છે.
Latest Stories