અંકલેશ્વર  : શ્રી દર્શન સોસાયટીમાં લૂંટનો પ્રયાસ કરીને યુવક ગટરમાં કૂદી પડ્યો,પોલીસે કરી આરોપીની ધરપકડ

લૂંટારૂ યુવક પોલીસથી બચવા માટે ગટરમાં કૂદી પડ્યો હતો,અને પોલીસે પણ ગટરમાં છલાંગ લગાવીને આરોપીને દબોચી લીધો હતો.ઘટનાને પગલે ફિલ્મી જેવા દ્રશ્યો સર્જાયા

New Update
  • સારી દર્શન સોસા.માં લૂંટનો પ્રયાસ

  • યુવકે ચપ્પુ બતાવીને લૂંટનો કર્યો પ્રયાસ

  • દંપતીએ બુમાબુમ કરતા યુવક ભાગ્યો

  • પોલીસથી બચવા ગટરમાં લગાવી છલાંગ

અંકલેશ્વરના દીવા રોડ પાસેની શ્રી દર્શન સોસાયટીમાં એક ઘરમાં યુવક ચપ્પુ લઈને ઘુસ્યો હતો,અને લૂંટનો પ્રયાસ કર્યો હતો.સ્થાનિક લોકો દોડી આવતા લૂંટારૂ યુવક ભાગી ગયો હતો,અને ગટરમાં કૂદી પડ્યો હતો,જોકે પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

અંકલેશ્વરના દીવા રોડ પાસેની શ્રી દર્શન સોસાયટીમાં રહેતા વિશાલ જોષી પરિવારના ઘરમાં ગતરાતે એક યુવક ચપ્પુ સાથે ઘુસી ગયો હતો,અને જમવા બેસેલો પરિવાર યુવકને જોઈને પહેલા ડરી ગયો હતો,અને યુવકે ચપ્પુનો ડર બતાવીને સોનાના ઘરેણાં સહિતની માંગ કરી હતી,જોકે વિશાલ જોષીએ હિંમતભેર બુમાબુમ કરતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા.અને લૂંટ કરવા આવેલા યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો,અને બીજી તરફ શહેર પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી.જોકે લૂંટારૂ યુવક પોલીસથી બચવા માટે ગટરમાં કૂદી પડ્યો હતો,અને પોલીસે પણ ગટરમાં છલાંગ લગાવીને આરોપીને દબોચી લીધો હતો.ઘટનાને પગલે ફિલ્મી જેવા દ્રશ્યો સર્જાયા હતા.

અંકલેશ્વર શહેરડિવિઝન પોલીસની તપાસમાં આરોપીનું નામ સોનુકુમાર કેસરી નવીનગરીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.હાલ પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.આશ્ચર્યની વાત તો એ છે કે આ યુવક ભોગબનનાર વિશાલ જોષીના પુત્રનો જ મિત્ર છે અને યુવક ઓનલાઇન ગેમમાં રૂપિયા હારી ગયા બાદ દેવું વધી જતા તેને લૂંટનો માર્ગ અપનાવ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું.

Latest Stories