New Update
ભરૂચમાં આમોદના આછોદ ગામનો બનાવ
યુવાન પર છરા વડે હુમલો
ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો
અંગત અદાવતે હુમલો કરાયો
આમોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી
ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામે એક વ્યક્તિ પર અંગત અદાવતે છરા વડે હુમલો કરાતા ગંભીર હાલતમાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામે રાત્રિના સમયે બસ સ્ટેન્ડ ઉપર બેઠેલા એક વ્યક્તિ ઉપર છરા વડે હુમલો કરવામાં આવતા દોડધામ મચી જવા પામી હતી.ફરહાદ અબ્દુલ્લા ગટી નામના યુવક ઉપર છરાથી હુમલો કરતા ઇજાગ્રતને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
આ અંગે ઇજાગ્રસ્તના જણાવ્યા અનુસાર મોહમ્મદ નાસિર સલીમ હાજી નામના વ્યક્તિએ છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં તેને માથાના, છાતી અને હાથના ભાગે અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અંગત અદાવતે હુમલો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.બનાવની વધુ તપાસ આમોદ પોલીસ ચલાવી રહી છે.
Latest Stories