ભરૂચ: બિસ્માર માર્ગો બાબતે AAPના આગેવાનોએ રોડ પર બેસી નોંધાવ્યો વિરોધ, પોલીસે કરી અટકાયત

ભરૂચ શહેરના ખરાબ રસ્તાઓના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેના પગલે પોલીસ આપના પ્રમુખ કાર્યકરોની અટકાયત કરી

New Update
  • ભરૂચમાં આપનું વિરોધ પ્રદર્શન

  • બિસ્માર માર્ગો બાબતે કરાયો વિરોધ

  • કલેકટર કચેરી બહાર યોજાયું વિરોધ પ્રદર્શન

  • રોડ પર બેસી વિરોધ નોંધાવાયો

  • પોલીસે આપના આગેવાનોની કરી અટકાયત

ભરૂચ શહેરમાં બિસ્માર બનેલા માર્ગો બાબતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં આપના આગેવાનો અને કાર્યકરોએ કલેકટર કચેરી બહાર રોડ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ શહેરના ખરાબ રસ્તાઓના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેકટર કચેરી નજીક પાર્ટીના કાર્યકરોએ રોડ પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું જેના પગલે પોલીસ દ્વારા ભરૂચ જિલ્લા આપના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
તાજેતરમાં જ શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાય હતી ત્યારે આ અંગે પ્રમુખ પિયુષ પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે શહેરમાં દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ખરાબ હાલતમાં આવેલા રોડ રસ્તા અંગે તંત્ર કોઈ પગલા લેતું નથી જેના પગલે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
Latest Stories