અંકલેશ્વર: પાનોલી GIDCમાં ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની આડમાં વિદેશી દારૂની હેરાફેરીના પ્રકરણમાં ફરાર આરોપીની ધરપકડ

એલસીબી પોલીસે બંધ બોડીના એક કન્ટેનરમાંથી ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં લઇ જવાતો ઈંગ્લીશ દારૂનો રૂ.૧૫,૨૭,૪૨૦નો જથ્થો ઝડપી પાડ્યો હતો.....

New Update
bharuch lcb
અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં મેઘમણી ચોકડી પાસેથી ગત તા. ૨૩ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ એલસીબી પોલીસે બંધ બોડીના એક કન્ટેનરમાંથી ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં લઇ જવાતો ઈંગ્લીશ દારૂનો રૂ.૧૫,૨૭,૪૨૦નો જથ્થો ઝડપી પાડ્યો હતો.
જે તે સમયે પોલીસે કન્ટેનરમાંથી  ટી.વી., ફ્રીજ. કોમ્પ્યુટર વિગેરે સામાન ભરેલ હોય અને તેની આડમાં પ્રતિબંધીત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલ તથા બીયર ટીન નંગ- ૪૬૨૯ કિં.રૂ. ૧૫,૨૭,૪૨૦ તથા મોબાઇલ નંગ-૦૧ કી.રૂ. ૧૦,૦૦૦ તથા કંટેનર કિં.રૂ. ૨૦,૦૦,૦૦૦ તથા કંટેનરમાં ભરેલ ટીવી, એલ.સી.ડી. ફ્રીજ, કોમ્પ્યુટર મળી કુલ નંગ- ૮૭ કિં.રૂ. ૩૩,૧૦,૦૬૪ મળી કુલ રૂ. ૬૮,૪૭,૪૮૪ ના મુદ્દામાલ સાથે કન્ટેનર ચાલક સંતોષ સોહનલાલ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો.
જયારે અન્ય ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબીશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી પાનોલી પોલીસ મથકે ખાતે ગુનો દર્જ કરાવ્યો હતો.દરમ્યાન આ ગુનાની તપાસ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સોંપાતા પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર પૃથ્વીરાજ હીરાલાલ કલાલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Latest Stories