અંકલેશ્વર: ગાર્ડન સીટી રોડ પર કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત, 2 લોકોને ઇજા પહોંચતા સારવાર હેઠળ

અકસ્માતમાં ઓટો રીક્ષામાં સવાર એક મુસાફરને ઈજાઓ પહોંચી હતી.જયારે ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.ઈજાઓને પગલે ઈજાગ્રસ્ત મુસાફરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

New Update
Ankleshwar Garden City Accident
Advertisment
અંકલેશ્વરના ગાર્ડન સિટી રોડ પર આવેલ શનિવારી હાટ બજાર પાસે કાર ચાલકે રીક્ષાને ટક્કર મારી ફંગોળી દીધી અકસ્માતમાં રીક્ષા પલ્ટી ખાઈ જતા એક મુસાફરને ઈજા પહોંચી હતી.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.ત્યારે આજરોજ એક રીક્ષા સવાર મુસાફરો સાથે અંકલેશ્વરના ગાર્ડન સિટી રોડ પર આવેલ શનિવારી હાટ બજાર પાસે પુરપાટ ઝડપે ધસી આવેલ ઇક્કો કાર ચાલકે રીક્ષાને ટક્કર મારી તેને ફંગોળી દઈ પલ્ટી ખવડાવી દીધી હતી.
આ અકસ્માતમાં ઓટો રીક્ષામાં સવાર એક મુસાફરને ઈજાઓ પહોંચી હતી.જયારે ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.ઈજાઓને પગલે ઈજાગ્રસ્ત મુસાફરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
Latest Stories