ભરૂચ: વાલિયાના ડહેલી ગામ નજીક ચાર વાહનો વચ્ચે અકસ્માત

ભરૂચના વાલીયા તાલુકાના ડહેલી ગામ પાસે ચાસવાડ જવાના માર્ગથી થોડે દુર ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો

New Update

ભરૂચના વાલીયા તાલુકાના ડહેલી ગામ પાસે ચાસવાડ જવાના માર્ગથી થોડે દુર ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો

ભરૂચ વાલીયા વાડી રોડ ઉપર ડહેલી ગામ પાસે ચાસવાડ જવાના માર્ગથી થોડે દૂર એક આઇસર ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતને જોવા માટે એક ફોરવહીલ ગાડી ચાલક અને કેટલાક બાઇક સવારો ઉભા હતા તે દરમિયાન વાડી તરફથી કપચી ભરી પુરપાટ ઝડપે ધસી આવેલ હાઇવા ચાલકે પ્રથમ ફોર વહીલ અને મોપેડને ટક્કર મારી હાઇવા પલટી ખવડાવી દેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ચારેય વાહનોને નુકસાન પહોંચ્યું હતું જ્યારે આ અકસ્માતમાં તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત અંગે વાલીયા પોલીસે તપાસ હાથ ધરી છે.
#Bharuch #accident #bike #Valia #dumper #car
Here are a few more articles:
Read the Next Article