ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણઝાર
પાનોલી નજીક અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત
લુવારા નજીક 2 લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત
નંદેલાવ રોડ પર બે ટ્રક વચ્ચે કાર સેન્ડવીચ બની
પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચ જિલ્લામાં મંગળવાર અમંગળ સાબિત થયો હોય એમ અકસ્માતાની ત્રણ દુર્ઘટના સામે આવી હતી પ્રથમ બનાવવામાં અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર પાનોલી ઓવરબ્રિજ પાસેથી રસ્તો ક્રોસ કરી રહેલ રાહદારીને ટ્રક ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ ભરૂચ નજીક નેશનલ હાઇવે પર લુવારા પાસે બે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવો થયો હતો. તો અકસ્માતનો ત્રીજો બનાવ ભરૂચ શહેરમાં બન્યો હતો. ભરૂચના નંદેલાવ રોડ પર બે ટ્રક વચ્ચે કાર સેન્ડવીચ બની હતી. આગળ ચાલતી ટ્રકમાં પાછળથી કાર ઘુસી જતા તેની પાછળ અન્ય એક ટ્રક પણ ભટકાઈ હતી. સદનસીબે કારચાલકનો આબાદ બચાવ થયો હતો.આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે