અંકલેશ્વર:દહેજના સંભેટી ગામેથી રૂ.11 લાખની કેબલ ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ

આરોપીએ દહેજ સંભેટી ખાતેથી કટર વડે કેબલ કાપી ચોરીની ઘટનાના અંજામ આપ્યો હોવા સાથે અંસાર માર્કેટ ખાતે દિનેશ યાદવને વેચાણ કર્યું હોવાની કબુલાત કરી

New Update
Cable Theft Accused Arrest
ભરૂચ એલસીબીએ દહેજમાં આવેલ સંભેટી ગામ પાસે ૬૬ કે.વી. સબ સ્ટેશન નજીકથી ૧૧ લાખના કેબલ ચોરીનો ભેદ ઉકેલી કાઢી એક ઇસમની અંકલેશ્વરમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
ભરૂચ ક્રાઇમ બ્રાનચનો સ્ટાફ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દોઢ મહિના પહેલા દહેજ નજીક આવેલ સંભેટી ગામ પાસે આવેલ ૬૬ કે.વી. સબ સ્ટેશન નજીક એવરેસ્ટ ફીડરમાં રોડની બાજુમાંથી કેબલ ચોરી થયા હતા જે કેબલનો જથ્થો નોબલ માર્કેટમાં સાઇન પાર્ક ખાતે રહેતો અગાઉ ચોરીમાં પકડાયેલ અમન સીદ્દીકી અને તેના મિત્રોએ સંડોવાયેલ છે.અને હાલમાં નેશનલ હાઇવે આવેલ અમરતૃપ્તિ હોટલ પર ઉભો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા
અને બાતમીવાળા ઇસમને પકડી તેની પુછપરછ કરતા તે ભાંગી પડેલ અને એક દોઢ મહિના પહેલા પોતે તેમજ ઇમરાન અકબર મુન્સી,રાહુલ,નુર આલમ ખાન તથા જુબેર મળી જુબેરના ટેમ્પો જઈ દહેજ સંભેટી ખાતેથી કટર વડે કેબલ કાપી ચોરીની ઘટનાના અંજામ આપ્યો હોવા સાથે અંસાર માર્કેટ ખાતે દિનેશ યાદવને વેચાણ કર્યું હોવાની કબુલાત કરી હતી.પોલીસે સાઇન પાર્ક સોસાયટીમાં રહેતો અમન ઇકબાલ સીધીકીને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય પાંચ ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories