New Update
-
અંકલેશ્વરના ગડખોલ ગામની સીમનો બનાવ
-
ખંડેર બિલ્ડીંગમાંથી યુવાનનો મળ્યો હતો મૃતદેહ
-
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું આવ્યું હતું બહાર
-
પોલીસે આરોપીની ધરપકડ કરી
-
જમવા બાબતે બન્ને વચ્ચે થઈ હતી તકરાર
અંકલેશ્વરના ગડખોલ ગામની સીમમાં હાઈવેની બાજુમાં અવાવરી બિલ્ડિંગમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવનના મામલામાં બી ડીવીઝન પોલીસે હત્યાના ગુનાને અંજામ આપનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તારીખ-૧૦મી જાન્યુઆરીના રોજ અંકલેશ્વરમાં ગડખોલમાં ખંડેર બિલ્ડીંગમાંથી અર્ધનગ્ન હાલતમાં અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી.રખડતાં શ્વાનોએ અજાણ્યા ઈસમનો ચહેરા અને અન્ય કેટલોક ભાગ ફાડી ખાતા પોલીસ તપાસ પડકારરૂપ બની હતી બી ડિવિઝન પોલીસે મૃતદેહને ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખેસેડવામાં આવ્યો હતો.તબીબી પેનલ હેઠળ પીએમ કરાવવામાં આવ્યું હતું.
પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં મૃતકને માથાના ભાગે બોથડ પ્રદાર્થ વડે ગંભીર ઈજા કરી પુરાવાના નાસ કરવા તેને બિલ્ડીંગ ઉપરથી નીચે ફેંકી લઇ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું ત્યારે પોલીસે હત્યારની ધરપકડ માટે કવાયત હાથ ધરી હતી.
મૃતકની ઓળખ ન થતા પોલીસ માટે મર્ડરની આ ગુથથી ઉકેલવી મુશ્કેલ બની હતી જો કે સીસીટીવી ફુટેજની ચકાસણી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે મૂળ મધ્યપ્રદેશમાં રહેવાસી રાજુ સાકેટની ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અને આરોપી વચચે જમવા બાબતે તકરાર થઈ હતી જેમાં આરોપીએ મૃતકની બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી હતી અને તેની ઓળખ છુપાવવા તેને બિલ્ડીંગ પરથી નીચે ફેંકી દીધો હતો. હાલ વધુ વિગતો પ્રાપ્ત કરવા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.
Latest Stories