New Update
ભરૂચની વાલિયા પોલીસે ડુંગરી ગામેથી ચોરી થયેલ બુલેટ મોટર સાઇકલ સાથે હાંસોટ ત્રણ રસ્તા પાસેથી એક ઈસમની ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો
ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જીલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે આપેલ સૂચનાને આધારે ડી.વાય.એસ.પી ડૉ.કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પી.આઈ એમ.બી.તોમર અને પી.આઈ આર.સી.વસાવા સહિત સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ડુંગરી ગામેથી ચોરી થયેલ બુલેટ મોટર સાઇકલની નંબર પ્લેટ કાઢી હાંસોટના કંટીયાજાળ રોડ પર રહેતો ગુલાબ હુસેન સિદ્દીક કરીમ વાડીવાલાએ હાંસોટ ત્રણ રસ્તા પાસેની બીરીયાનીની દુકાન પાસે આવેલ તેના રૂમમાં મુકેલ છે.જેવી બાતમીના આધારે વાલિયા પોલીસે હાંસોટ પોલીસની મદદ વડે બાતમી વાળી જ્ગ્યા પરથી બુલેટ મોટર સાઇકલ કબ્જે કરી હતી અને ગુલા બહુસેન વાડીવાલાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories