અંકલેશ્વર: NH 48 પર 5 દિવસથી વાહનોના થપ્પા, ભારે ટ્રાફિકજામના આકાશી દ્રશ્યો સામે આવ્યા

અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.આ ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.જેમાં દૂર દૂર સુધી વાહનોની કતારો જોવા મળી રહી છે.

New Update
  • અંકલેશ્વર નજીક ટ્રાફિકજામની પરિસ્થિતિ

  • છેલ્લા 5 દિવસથી ટ્રાફિકજામ યથાવત

  • સુરત તરફ જતી લેનમાં ભારે ટ્રાફિકજામ

  • ટ્રાફિકજામના આકાશી દ્રશ્યો સામે આવ્યા

અંકલેશ્વર નજીક હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે ત્યારે લાંબા ટ્રાફિકજામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. અંકલેશ્વર નજીક હાઇવે પર દિન પ્રતિદિન ટ્રાફિકજામની સમસ્યા વિકટ બની રહી છે. નેશનલ હાઈવેનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઈ રહી છે ત્યારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.આ ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.જેમાં દૂર દૂર સુધી વાહનોની કતારો જોવા મળી રહી છે.
ભરૂચના મુલડથી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી તો બીજી તરફ વાલીયા ચોકડીથી સુરત તરફની લેનમાં ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. પાંચથી સાત કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાય છે જેમાં અનેક વાહન ચાલકો અટવાય છે.ટ્રાફિકજામના કારણે વાહનચાલકોના સમય અને ઇંધણનો પણ બગાડ થઈ રહ્યો છે.ટ્રાફિકજામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.
Latest Stories