અંકલેશ્વર : સ્માર્ટ મીટર લગાવ્યા બાદ DGVCL’એ રૂ. 6.29 લાખ બિલ પકડાવતા વીજ ગ્રાહકમાં આક્રોશ..!

DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. 6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા....

New Update
  • ગુજરાતમાંDGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી

  • સ્માર્ટ મીટર સામે વિરોધના વંટોળ વચ્ચે વધુ એક ઘટના

  • રૂ. 6.29 લાખ વીજબિલ આવતા જ વીજ ગ્રાહકના હોશ ઉડ્યા

  • DGVCL કચેરીએ રજૂઆત કરતાં વીજ ગ્રાહકને કડવો અનુભવ

  • બિલ સિસ્ટમ દ્વારા બન્યું છેઅમારી કોઈ ભૂલ નથી : કર્મચારી

ગુજરાત રાજ્યમાંDGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સામે વિરોધના વંટોળ વચ્ચે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી વધુ વીજબિલ આવ્યું હોવાનો ચોંકાવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

મળતી માહિતી અનુસારઅંક્લેશ્વર શહેરના સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા અને સામાન્ય પરિવારના પટેલ ઝુલેખા મોહમ્મદના મકાનમાં દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યું હતું. જોકેગતરોજ રાત્રીના સમયેDGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. 6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા હતા.

મકાન માલિકે જણાવ્યુ હતું કેઆટલી મોટી રકમ જોઈને મને એકદમ જ જણજણાટી પહોંચી હતી. ત્યારબાદ આજરોજ સવારે દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની નવી કચેરી ખાતે પહોંચી આ મામલે રજૂઆત કરતા મહિલા અધિકારીએ જણાવ્યું હતું કેઆ બિલ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવ્યું છેઅમારી કોઈ ભૂલ નથી. પરંતુ સિસ્ટમની ભૂલના કારણે આટલું મોટું બિલ સામાન્ય માણસને આવતા જ પ્રશ્નો ઉભો થાય છે કેસિસ્ટમ કામ કરે છે કેમાનવી કામ કરે છે. સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે. જે સંદર્ભમાં વધુ એકવાર આટલું મોટું બિલ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. જોકે, DGVCLની આવી ગંભીર ભૂલના કારણે માનવીય જીવન ઉપર ગંભીર અસર પહોંચી શકે છે.

Read the Next Article

ભરૂચ: એ ડિવિઝન પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.7.11 લાખની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે ભરૂચ

New Update
Screenshot_2025-08-01-07-17-56-74_439a3fec0400f8974d35eed09a31f914

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.પોલીસે રૂ.77 હજારની કિંમતના 4 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.આ સાથે જ ચોરીમાં ગયેલ રૂ.6.40 લાખનો સોના ચાંદી સહિતનો મુદ્દામાલ મૂળ માલિકોનો પરત અપાવવામાં સફળતા મેળવી છે.