અંકલેશ્વર: ગડખોલના ગોકુળ નગરમાં પરવાનગી વગર સ્માર્ટ મીટર લગાવી દેવાયા હોવાના આક્ષેપ, DGVCLની કચેરીમાં કરાય રજુઆત

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારની ગોકુલ નગર સોસાયટીમાં ગ્રાહકોની કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વિના સ્માર્ટ મીટર લગાવી દેવાયા હોવાના આક્ષેપો થયા....

New Update
  • અંકલેશ્વરના ગડખોલનો બનાવ

  • ગોકુળ નગરમાં સ્થાનિકો નોંધાવ્યો વિરોધ

  • પરવાનગી વગર સ્માર્ટ મીટર લગાવાયા હોવાના આક્ષેપ

  • આમ આદમી પાર્ટીએ પણ વિરોધ નોંધાવ્યો

  • વીજ કંપનીની કચેરીમાં કરાય રજુઆત

અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટરનો વિવાદ જોવા મળ્યો હતો. ગડખોલની ગોકુલ નગર સોસાયટીમાં પરવાનગી વગર સ્માર્ટ મીટર લગાવી દેવાયા હોવાના આક્ષેપ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા વિવાદમાં આવી છે. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારની ગોકુલ નગર સોસાયટીમાં ગ્રાહકોની કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વિના સ્માર્ટ મીટર લગાવી દેવાયા હોવાના આક્ષેપો થયા છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, બંધ મકાનોમાં પણ વીજ કંપનીના કર્મચારીઓએ સ્માર્ટ મીટર લગાવી દીધા છે, જે બાબતે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
આ મુદ્દે સ્થાનિક રહીશો અને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી.રજુઆત દરમિયાન પરવાનગી વગર સ્માર્ટ મીટર ન લગાવવાની માંગ કરવામાં આવી હતી અને ગ્રાહકોની સંમતિ બાદ જ કાર્યવાહી કરવી જોઈએ તેવી માગ ઉઠાવવામાં આવી છે.
Latest Stories