વસંત પંચમીના વૈભવ વચ્ચે ભૃગુઋુષિની ધરાનો આજે સ્થાપના દિવસ, ભાંગ્યું ભાંગ્યું ભરૂચ બન્યું વૈભવી ભરૂચ

ભાંગ્યુ ભાંગ્યું તોય' ભરૂચ તરીકે ઓળખાતા ભરૂચ શહેરનો આજે વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ છે ત્યારે શહેરના ભૃગુૠષિ મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • આજે વસંત પંચમીનો પાવન અવસર

  • આજના દિવસે ભરૂચ નગરની થઈ હતી સ્થાપના

  • ભૃગુરુષીએ કરી હતી સ્થાપના

  • કાશી બાદ બીજા નંબરનું પ્રાચીન શહેર

  • ભાર્ગવ સમસ્ત પંચ દ્વારા ઉજવણી કરાય

ભાંગ્યુ ભાંગ્યું તોય' ભરૂચ તરીકે ઓળખાતા ભરૂચ શહેરનો આજે વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ છે ત્યારે શહેરના ભૃગુૠષિ મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
નર્મદા પુરાણના રેવાખંડમાં જણાવ્યા અનુસાર, નંદન સંવત્સરમાં માઘ સુદ પાંચમના દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રનો ચંદ્ર અને કુંભ રાશિનો સુર્ય હતો. તે દિવસે નર્મદાના ઉત્તર કિનારા ઉપર કૂર્મની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરીને મોટા આનંદથી ભુગૃઋુષિએ મોટું નગર વસાવ્યું હતું. કૂર્મ (કાચબા)ની પીઠ ઉપર આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાથી આ નગર ભૃગૃકચ્છના નામથી ઓળખાવા લાગ્યું હતું. જોકે, પૂર્વ અને પશ્ચિમનાં દેશો વચ્ચે તેજાના અને રેશમનાં વહાણમાર્ગમાં અગત્યનાં વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું છે, જેમકે ભરાકચ્છ, ભૃગુકચ્છ, બ્રૉચ અને ભરૂચ. બ્રિટિશરો અનેક ભારતીય શબ્દોનો ઉચ્ચાર સ્પષ્ટપણે નહોતા કરી શક્તાં અને માટે તેમણે મૂળ નામોને પોતે ઉચ્ચારી શકે તેવા નામોથી ઓળખવાનું રાખ્યું હતું.મહર્ષિ ભૃગુ કે, જેમના નામ ઉપરથી ભરૂચ શહેરનું નામ પડયું છે. ભૃગુઋુષિ ત્રિકાળ જ્ઞાની અને વેદના જાણકાર હતા. તેમણે ભૃગુ સંહિતાની રચના કરી છે.
આજરોજ વસંત પંચમી નિમિત્તે ભૃગુઋષિના પ્રાગટ્ય દિવસની શહેરના ભાર્ગવ સમસ્ત પંચ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભૃગુઋષિના મંદિર ખાતે લઘુરુ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આ સાથે જ શહેરના સ્ટેચ્યુ પાર્ક સ્થિત ભૃગુઋષિની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી
Read the Next Article

અંકલેશ્વર: તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, પીલુદ્રા ગામે વરસતા વરસાદ વચ્ચે કરી RCC રોડની કામગીરી

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી

New Update
Screenshot_2025-07-30-07-26-48-21_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામમાં ચાલુ વરસાદે આરસીસી રોડનું કામ ચાલુ હોવાનો વિડીયો વાયરલ થયો છે.

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે ગતરોજ વરસતા વરસાદ વચ્ચે પણ આ રોડની કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી જેના પગલે કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભાગ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આરસીસી રોડનું કામ ચાલુ હોય તેવા વિડિયો પણ વાયરલ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આ કામગીરી કરાતા તેની ગુણવત્તા સામે પણ સવાલ ઊભા થયા છે.પાણી વચ્ચે કરાયેલી કામગીરી કેટલા સમય ટકશે તે પ્રશ્ન ઉઠી રહ્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે