અંકલેશ્વરનું વૃદ્ધ દંપતી જીવનના સંઘર્ષને સ્વીકારીને જિંદગીને ચેતનવંતી રાખવાની અન્યોને આપે છે પ્રેરણા...

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા ઘણા સમયથી ભાણાભાઈ વસાવા તેમના વૃદ્ધ પત્ની કાંતાબેન સાથે ભાડુતી મકાનમાં રહે છે. તેમને 2 પુત્રમાંથી એક તેની પત્ની સાથે અલગ રહે છે

New Update
  • જીવનના સંઘર્ષને સ્વીકારીને કરો સામનો

  • વૃદ્ધ દંપતી બન્યું અન્ય અન્યો માટે પ્રેરણારૂપ

  • ઘડપણમાં પોતાની જ હિંમત બની સહારો

  • દંપતી માટે શરબતની લારી છે આર્થિક સહારો

  • ઢળતી ઉંમરે પણ જીવનને રાખ્યું છે ચેતનવંતુ

"ઘડપણ" એટલે અશકત શરીરનમતી ભીંજાતી આંખો તો પણ સંઘર્ષમય જીવનને બાથ ભીડીને જીવવાની હિંમત... પરિવારનો માળો પિંખાય પરંતુ દંપતી અલગ ન થાયઢળતી ઉંમરના આધારે જીવનને ધબકતું રાખવુંએ પણ એક પડકાર જનક પરિસ્થિતિ કહી શકાય. જોકેતેમ છતાં કોઈ પણ પડકારને હિંમતભેર સ્વીકારીને તેની સામે ઝઝૂમતા લડી લેવાની ત્રેવડ રાખતું અંકલેશ્વરનું વૃદ્ધ દંપતી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે.

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા ઘણા સમયથી ભાણાભાઈ વસાવા તેમના વૃદ્ધ પત્ની કાંતાબેન સાથે ભાડુતી મકાનમાં રહે છે. તેમને 2 પુત્રમાંથી એક તેની પત્ની સાથે અલગ રહે છેજ્યારે બીજા પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતા વૃદ્ધ દંપતીએ એકલા જ સંઘર્ષ કરવાનો વખત આવ્યો છે. પરંતુ એકલા રહેવા માટે કેબે ટંક ભોજન માટે પણ આર્થિક પાસું થોડું હોવું જરૂરી છેત્યારે એકલા રહેતા હોવાથી અને આવકનું કોઈ સાધન ન હોવાથી આ વૃદ્ધ દંપતીએ લીંબુ શરબત વેચવાનું નક્કી કર્યું. આ વૃદ્ધ દંપતી દરરોજ સવારે વહેલા ઉઠીને બધી તૈયારી કરી નિયમિત તેમના સ્થળ પર આવી જાય છે.

અંકલેશ્વર એસએ મોટર પાસે શરબતની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી લીંબુ પાણી વેચી દિવસમાં 400થી 500 રૂપિયાનો વકરો કરી લે છે. જેમાંથી સામનનો ખર્ચ કાઢતા અંદાજે 300 રૂપિયાની આસપાસ વળતર મળી રહે છે. કાંતાબેને નમ્ર આંખમાંથી નીકળતા આંસુઓને લૂછતાં જણાવ્યું હતું કેજેટલું કમાઈએ છીએ એટલું તો મકાનના ભાડામાં જ ખર્ચ થાય છે. કોઈ દિવસ તો એક ટાઈમનું ભોજન પણ મળતું નથીતો ક્યારેક ચટણી રોટલો ખાઈને પણ પેટની ભૂખ મટાડવી પડે છે. સાંભળનાર અને જોનારને કદાચ આ બાબત સામાન્ય લાગશે. પરંતુ સંઘર્ષથી હારીને માથું કૂટતા લોકો માટે આ દંપતી પ્રેરણારૂપ સાબિત થઇ રહ્યં  છે.

Read the Next Article

અંકલેશ્વર: દાઢલ ગામ નજીકથી પસાર થતી અમરાવતી ખાડીમાં ડૂબી જતાં મોત, થોડા સમય પૂર્વે પાણીમાંથી અંતિમ યાત્રા લઇ જવી પડી હતી

અંકલેશ્વરના દઢાલ ગામમાં રહેતા 32 વર્ષીય વિજય મોરાર વસાવા આજરોજ બપોરે સાગબારા ફાટકથી દઢાલ ગામમાં અમરાવતી ખાડીથી પસાર થઈ જતો હતો સમયે અચાનક તે ઊંડા પાણીમાં

New Update
cssss

અંકલેશ્વરના સાગબારા ફાટકથી દઢાલ ગામ વચ્ચે અમરાવતી ખાડીમાંથી પસાર થતા યુવાનનું ડૂબી જતાં કરુણ મોત નીપજ્યું હતું.

અંકલેશ્વરના દઢાલ ગામમાં રહેતા 32 વર્ષીય વિજય મોરાર વસાવા આજરોજ બપોરે સાગબારા ફાટકથી દઢાલ ગામમાં અમરાવતી ખાડીથી પસાર થઈ જતો હતો.તે સમયે અચાનક તે ઊંડા પાણીમાં ગરક થતા તે ડૂબી ગયો હતો.આ અંગેની જાણ ગ્રામજનો થતા તેઓએ તેની ખાડી શોધખોળ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે વારંવાર તંત્રમાં આ સ્થળે નાળા સાથે માર્ગ બનાવવામાં આવે તે અંગે રજુઆત કરવામાં આવી છે.સાથે ટેન્ડર પણ પાસ થઈ ગયું છે પરંતુ આગળની કામગીરી ક્યાં અટવાઈ છે.તેવો કચવાટ ગ્રામજનોમાં ચાલી રહ્યો છે.