-
અંકલેશ્વરની ONGC કોલોની ખાતે કરવામાં આવ્યું આયોજન
-
ONGC કોલોનીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ
-
11મી ડો. બી.આર.આમ્બેડકર કરવામાં આવ્યો ભવ્ય શુભારંભ
-
ONGC એસેટ મેનેજર સહિતના આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિ
-
T-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો જોડાયા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ONGC કોલોની સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 11મી ડો. બી.આર.આમ્બેડકર T-20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના યોગદાન તેમજ તેમની યાદમાં તેઓએ કરેલા કાર્યોને ONGC સંસ્થા આજે પણ આગળ ધપાવવામાં મહત્વનો ફાળો આપે છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ONGC કોલોની સ્થિત ક્રિકેટ મેદાન ખાતે 11મી ડો. બી.આર.આમ્બેડકર T-20 ક્રિકેટ ટુર્નામેન્ટનો દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અંકલેશ્વર એસેટના એસેટ મેનેજર જે.એન.સુભાનંદન, દિનેશ અગ્રવાલ, એચ. સ્વરૂપ, ઓલ ઇન્ડિયા SC/ST એમ્પ્લોઇઝ વેલ્ડર એસોસિએશનના ચેરમેન દિનેશ વસાવા, સ્પોર્ટસ ઓફિસર જે.બી.પટેલ, વરિષ્ઠ અધિકારીઓ, યુનિયન હોદ્દેદારો, ઓફિસર એસોસિએશનના સભ્યો, OBC અને MOBC હોદ્દેદારોએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.