New Update
/connect-gujarat/media/media_files/2025/05/26/S5l9Pv4CR6rJVXUQOLIf.jpg)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની જી.આઈ.એલ કોલોની પાછળ ભક્તિ ક્રિએશન વાળા માર્ગ ઉપર એક્ટિવા સવાર યુવાનને મારી નાખવાનો પ્રયાસ કરનાર રીક્ષા ચાલક સહિત બે ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પારસમણિ ચોકડી સ્થિત ભવ્ય બંગલોઝમાં રહેતા 20 વર્ષીય માનવ રજની ત્રાડા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની જી.આઈ.એલ કોલોની પાછળ ભક્તિ ક્રિએશન વાળા માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો.તે દરમિયાન ગત તારીખ-21મી મેના રોજ રીક્ષા સાથે એક્ટિવા ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની રીસ રાખી અંદાડાના વાઘી રોડ ઉપર હેપ્પી રેસિડેન્સીમાં રહેતો રીક્ષા ચાલક રાજેશ ઠાકોર રોહિત અને રામ અવતાર રાજારામ ચૌહાણએ એક્ટિવા સવાર યુવાનને રીક્ષા વડે ટક્કર મારી તેને નીચે પાડી શરીરે ગંભીર ઇજા પહોંચાડી તેની હત્યા કરવાની કોશિશ કરી હતી.
આ ઘટનામાં ગંભીર ઇજાઓને પગલે ઇજગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અને ગણતરીના કલાકોમાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધી રીક્ષા ચાલક સહિત બંને ઇસમોને ઝડપી પાડ્યા હતા.