New Update
-
અંકલેશ્વરમાં સરકારી તબીબનો મળ્યો હતો મૃતદેહ
-
સામોર ગામ નજીક 6 મહિના પહેલા થઈ હતી હત્યા
-
ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલ્યો
-
હત્યા કરનાર 2 આરોપીની ધરપકડ
-
લૂંટના ઇરાદે કરવામાં આવી હતી હત્યા
અંકલેશ્વરના મોતાલી ગામ નજીકથી આરોગ્ય કેન્દ્રના સરકારી તબીબનો મૃતદેહ મળી આવવાના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે. લુંટના ઇરાદે તબીબની હત્યા કરનાર બે આરોપીઓની ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે
ભરૂચના ચાવજ ગામના માંગલ્ય બંગલોઝ ખાતે રહેતા 42 વર્ષીય રાજેશ સિંધા ભરૂચ તાલુકાના ઝનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં હતા જેઓની ગડખોલ આરોગ્ય કેન્દ્રમાં બદલી થઈ હતી જેઓ ગત તારીખ-14મી મેના રોજ નોકરી ઉપર જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા ત્યાર બાદ તબીબનો મૃતદેહ અંદાડા-સામોરથી મોતાલી ગામ તરફ જવાના રોડની પરથી મળી આવ્યો હતો.આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી ત્યારે 6 મહિના બાદ પોલીસને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.
આ મામલામાં પોલીસે ઉજ્જૈન ખાતે રહેતા જગદીશ સિંહ અને અંકલેશ્વરના ગડખોલ પાટીયા વિસ્તારમાં રહેતા લાલુ તડવીની ધરપકડ કરી છે. તેઓની પૂછતાછમાં ખુલાસો થયો હતો કે બન્ને આરોપીઓને પૈસાની જરૂર હોય એ દરમિયાન મૃતક તબિબ નશાની હાલતમાં ગડખોલ પાટીયા કેનાલ પાસે પડેલા હતા જેથી બન્નેએ તબીબને વધુ દારૂ પીવડાવી તેમને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ તેઓ તબીબને પોતાની બાઈક પર બેસાડી અવાવરું જગ્યાએ લઈ ગયા હતા અને તેમની પાસેથી લૂંટની કોશિશ કરી હતી પરંતુ તબીબે પ્રતિકાર કરતા બન્ને આરોપીઓએ ભેગા મળી તબીબને ઢોર માર્યો હતો જેમાં તેમનું મોત નીપજ્યું હતું.આ તરફ આરોપીઓ તબિબ પાસેથી મોબાઇલ અને બાઈકની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પકડાઈ ન જવાય તે માટે મોબાઈલમાંથી સીમકાર્ડ અને બાઈક પરથી નંબર પ્લેટ કાઢી ફેંકી દીધી હતી. જોકે ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેન્સ અને હ્યુમન ઇન્ટેલન્સના માધ્યમથી બન્ને આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories